KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

80% બેટરી અને 20% પેટ્રોલ પર ચાલતી કાર લાવશે Renault! જાણો શું હશે કિંમત?

Renault ભારતમાં નવી Duster Strong Hybrid SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી Hybrid Dusterમાં E-Tech Hybrid સિસ્ટમ મળશે, જેમાં કંપની શહેરની 80% ડ્રાઇવ EV મોડમાં થવાનો દાવો કરી રહી છે.

kuberanowPublished On : 30 Sept 2026
DUSTER CAR
AI GENERATED

SUV સેગમેન્ટમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી Renault હવે Dusterનું નવું હાઈબ્રિડ વર્ઝન લાવવાની તૈયારીમાં છે. કંપની નવી Duster Strong Hybridને 17 ઓક્ટોબરે ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. આ નવી SUVમાં પેટ્રોલ એન્જિન સાથે Hybrid ટેક્નોલોજી આપવામાં આવશે, જેનો ઉદ્દેશ વધુ સારી ફ્યુઅલ એફિશિયન્સી આપવાનો છે.


160hpના Hybrid પાવરટ્રેન સાથે આવશે નવી Duster

નવી Renault Duster Hybridમાં 1,789ccનું નેચરલી એસ્પિરેટેડ 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. આ સાથે બે ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવશે. આ સિસ્ટમમાં એક 20hpની મોટર જનરેટર તરીકે કામ કરશે, જ્યારે બીજી 49hpની ઇલેક્ટ્રિક મોટર કારના વ્હીલ્સને પાવર આપશે. સમગ્ર Hybrid સિસ્ટમનું કુલ આઉટપુટ 160hp અને 172Nm ટોર્ક હશે. આ Hybrid સિસ્ટમને 1.4kWh બેટરી પેકથી પાવર મળશે.


Toyota Hybrid ટેક્નોલોજીથી અલગ રહેશે સિસ્ટમ

Renault Dusterમાં આપવામાં આવતી E-Tech Hybrid ટેક્નોલોજી Toyota Hyryder, Grand Vitara અને Victorisમાં ઉપયોગ થતી Hybrid સિસ્ટમથી અલગ હશે. Renaultની સિસ્ટમમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરની પાવરને મલ્ટી-મોડ ઓટોમેટિક ગિયરબોક્સ દ્વારા વ્હીલ્સ સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે Toyotaના Strong Hybrid સિસ્ટમમાં e-CVT અને પાવર-સ્પ્લિટ ડિવાઇસનો ઉપયોગ થાય છે. Renaultની સિસ્ટમમાં ફિક્સ્ડ ગિયર રેશિયો હોવાથી ડ્રાઇવિંગ અનુભવ પરંપરાગત ઓટોમેટિક કાર જેવો રહી શકે છે.


આ પણ વાંચો: IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા


શહેરમાં 80% સફર EV મોડમાં થવાનો દાવો

Renaultનો દાવો છે કે નવી Duster Hybridમાં શહેરની લગભગ 80% ડ્રાઇવિંગ EV મોડમાં થઈ શકે છે. ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ, રિજનરેટિવ બ્રેકિંગ અને જરૂર ન હોય ત્યારે પેટ્રોલ એન્જિન બંધ રહેવાની ટેક્નોલોજીથી ફ્યુઅલ એફિશિયન્સી સુધારવામાં મદદ મળી શકે છે. જોકે, વાસ્તવિક માઇલેજ ટ્રાફિક, સ્પીડ, હવામાન અને ડ્રાઇવિંગ સ્ટાઇલ જેવા પરિબળો પર આધારિત રહેશે.


આ SUV સાથે થશે મુકાબલો

નવી Strong Hybrid Dusterથી Renaultને ડીઝલ એન્જિનના વિકલ્પની કમી પૂરી કરવામાં મદદ મળી શકે છે. ભારતીય મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં તેનો મુકાબલો મારૂતિ ગ્રાન્ડ વિટારા, મારૂતિ વિક્ટોરિસ અને ટોયોટા હાઈરાઈડરના સ્ટ્રોંગ હાઈબ્રિડ મોડલ્સ સાથે થશે. 17 ઓક્ટોબરના લોન્ચ બાદ કારની કિંમત અને વેરિઅન્ટ્સ અંગે સંપૂર્ણ માહિતી સામે આવશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Mercedes-Maybach S 580e

મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach લૉન્ચ કરી

 Auto Sector Boom

તહેવારો પહેલા મારુતિની બલ્લે-બલ્લે: સપ્ટેમ્બરમાં 2.36 લાખ ડિલિવરી, બુકિંગ 4 લાખને પાર

HONDA ELEVATE CAR

New Car Launch: Hondaની દમદાર કારનું બુકિંગ થઈ ગયું શરૂ, 6 ઓક્ટોબરે થશે લોન્ચ

HUNDAI AND MAHINDRA

ઓટો સેક્ટર 'ટોપ ગિયરમાં' : Hyundai અને M&Mના વેચાણમાં દમદાર વૃદ્ધિ

AUTO SALES

તહેવાર પહેલા ઓટો સેક્ટરમાં તેજીની આશા, સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 16% વૃદ્ધિના એંધાણ

TATA AERIS

Tata Aeris Price: ટાટાની નવી સસ્તી સેડાન કાર લોન્ચ, CNG મોડલ પણ મળશે, કિંમત એવી કે ખરીદવાનું મન થઈ જશે

BMW F 450 R

BMW લાવી રહી છે નવી રોડસ્ટર બાઇક F 450 R; પ્રીમિયમ લૂક અને 421cc એન્જિન સાથે આ તારીખે થશે રજૂ

Meta  AI VR Glasses

ક્લિક નહીં, કમાન્ડ નહીં… હવે આંખ-હાથના ઇશારાથી ચાલશે Metaના AI Glasses!