Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
મૂડીઝે જણાવ્યું કે ભારત અન્ય તમામ G-20 અર્થતંત્રો તથા સમાન ક્રેડિટ રેટિંગ ધરાવતા ઉભરતા બજારના દેશોની સરખામણીમાં વધુ ઝડપથી વૃદ્ધિ કરે તેવી શક્યતા છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે (Moody’s) નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના વાસ્તવિક GDP વૃદ્ધિદર (Growth rate)નો અંદાજ 6%થી વધારીને 7% કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રે દર્શાવેલી સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખીને સુધારો કરાયો છે. મૂડીઝે જણાવ્યું કે ભારત અન્ય તમામ G-20 અર્થતંત્રો તથા સમાન ક્રેડિટ રેટિંગ ધરાવતા ઉભરતા બજારના દેશોની સરખામણીમાં વધુ ઝડપથી વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. જોકે, અર્થતંત્ર સામે ઊભાં રહેલાં જોખમો હજુ સંપૂર્ણપણે દૂર થયાં નથી.
Q1માં GDP વૃદ્ધિ દર 7.8% નોંધાયો
સરકાર દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા આંકડા પ્રમાણે એપ્રિલથી જૂન 2026ના ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 7.8%ના દરે વધ્યું હતું. આ વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં વધુ રહી હતી. રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિમાં આવેલા વધારાએ અર્થતંત્રને મુખ્ય ટેકો આપ્યો હતો. ખાણકામ અને ગ્રાહકલક્ષી સેવાઓમાં નબળાઈ જોવા મળી હોવા છતાં મજબૂત રોકાણ અને ઉત્પાદનના કારણે તેની અસર ઘણી હદ સુધી સરભર થઈ હતી. પ્રથમ ક્વાર્ટર (Q1)ના મજબૂત આંકડા બાદ મૂડીઝે સમગ્ર નાણાકીય વર્ષ માટેના વૃદ્ધિ અંદાજમાં એક ટકા પોઇન્ટનો વધારો કર્યો છે.
વૈશ્વિક ઊર્જાના ભાવમાં થતો વધારો સૌથી મોટું જોખમ
મૂડીઝ અનુસાર પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા (Global Energy)ના ભાવમાં થતો વધારો ભારત માટે મહત્વનું જોખમ છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. તેથી તેલના ઊંચા ભાવથી આયાત ખર્ચ, ફુગાવો અને સરકારના નાણાકીય સંતુલન પર દબાણ વધી શકે છે. અલ નીનો સાથે જોડાયેલા હવામાન જોખમને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં પણ દબાણ સર્જાઈ શકે છે. ખાદ્ય અને ઊર્જા ફુગાવો વધે તો પરિવારોની ખરીદશક્તિ ઘટી શકે છે.
સબસિડી ખર્ચ વધવાની શક્યતા
મૂડીઝે નોંધ્યું કે પશ્ચિમ એશિયાના આંચકા સામે ભારત સરકારનો અત્યાર સુધીનો રાજકોષીય નીતિગત પ્રતિભાવ (Fisal policy response) સંતુલિત રહ્યો છે. જોકે, ઊર્જાના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો સરકારને ઇંધણ અથવા અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે વધારાનો ટેકો આપવો પડી શકે છે. તેનાથી સબસિડી પાછળનો ખર્ચ વધવાની શક્યતા છે. બીજી તરફ, સંરક્ષણ અને માળખાગત સુવિધાઓ પાછળ વધતા ખર્ચને કારણે સરકાર માટે રાજકોષીય ખાધ ઘટાડવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે.
આ પણ વાંચો: ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
Also Read

Live : RBIનો મોટો નિર્ણય: બેન્ક ડિપોઝિટ અને ડીમેટ રોકાણ એક જ સ્ટેટમેન્ટમાં દેખાશે

રેપો રેટમાં હજી 100થી 125 બેસિસ પોઇન્ટનો વ્યાજદર વધારો થઈ શકેઃ સુયશ ચૌધરી

રિઝર્વ બેન્કનો સામાન્ય લોકો પર મોંઘવારીનો મારઃ ઘરથી લઈને વાહન, પર્સનલ લોન બધું જ મોંઘું

RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો; હોમ, કાર લોન મોંઘી થશે

નાના ઉદ્યોગોને મોટી ઉડાન, ₹10,000 કરોડનું સરકારી ફંડ

ભારતનો સર્વિસ સેક્ટરનો PMI ત્રણ મહિનાના ઊંચા સ્તરે

India GDP Growth: ભારતના વિકાસને વેગ, વર્લ્ડ બેન્કે GDP અંદાજ વધાર્યો







