સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
સિનિયર સિટીઝન માટે 2 વર્ષની Fixed Deposit પર કેટલીક પ્રાઇવેટ બેંકો આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. DCB, Bandhan સહિતની બેંકોમાં ₹10,000ના રોકાણ પર 2 વર્ષ બાદ કેટલું રિટર્ન મળશે તેની વિગતો જાણો.

સિનિયર સિટીઝન માટે સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત આવક મેળવવા માટે Fixed Deposit (FD) એક લોકપ્રિય વિકલ્પ છે. હાલમાં કેટલીક પ્રાઇવેટ બેંકો 2 વર્ષની FD પર 7.5%થી 8% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. DCB Bank, Bandhan Bank, IndusInd Bank, RBL Bank અને YES Bankની FD યોજનાઓમાં સિનિયર સિટીઝન રોકાણ કરી શકે છે.
સિનિયર સિટીઝન FDમાં કેમ મળે છે વધુ વ્યાજ?
સિનિયર સિટીઝન FD ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવે છે. તેમાં સામાન્ય ગ્રાહકોની સરખામણીએ વધુ વ્યાજ આપવામાં આવે છે. બેંકો સામાન્ય રીતે સિનિયર સિટીઝન FD પર વધારાનું વ્યાજ આપે છે, જેના કારણે લાંબા ગાળાની બચત પર વધુ રિટર્ન મેળવવાની તક મળે છે.
₹10,000ના રોકાણ પર કેટલું મળશે?
જો કોઈ સિનિયર સિટીઝન 2 વર્ષ માટે ₹10,000ની એકમુશ્ત FD કરે તો અલગ અલગ બેંકોમાં અંદાજિત મેચ્યોરિટી રકમ આ પ્રમાણે રહેશે.

સિનિયર સિટીઝન માટે FD ઉપરાંત Post Office Senior Citizen Savings Scheme (SCSS) અને અન્ય બેંક FD પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. Post Office Senior Citizen Savings Schemeમાં 8.2% વ્યાજ દરની માહિતી આપવામાં આવી છે, જ્યારે SBI સિનિયર સિટીઝન FD પર 7.05% સુધી વ્યાજ ઓફર કરે છે.
આ પણ વાંચો : Stocks In News | 25 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો

જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ

શેરબજારમાં પહેલી વાર રોકાણ કરો છો? SEBIના 7 મફત મોડ્યુલથી મળશે સમજ

નોકરિયાતો માટે કામના સમાચાર! ₹25,000થી વધુ કમાણી પર EPS સભ્યપદનું શું થાય?

Jioની 10મી વર્ષગાંઠે ખાસ ઓફર, જાણો કોને કોને મળશે લાભ?

પોલિસીધારકો આનંદો: વીમાની રકમ સાથે મળશે વધારાનું રિટર્ન!

Term Insurance ખરીદવાનો સાચો સમય કયો? 25, 30, 35 કે 40.. ?







