Xiaomiનો આ 5G ફોન બે વાર મોંઘો થયો, કિંમત સાંભળીને ચોંકી જશો
Xiaomi 17T 5Gની કિંમતમાં ફરી ₹5,000નો વધારો કરવામાં આવ્યો છે. હવે ફોનની શરૂઆતની કિંમત ₹69,999 થઈ ગઈ છે.લોન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતમાં અત્યાર સુધી બે વખત વધારો થયો છે.

Xiaomi 17T 5G ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે હવે ફોન વધુ મોંઘો થઈ ગયો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં ફરી ₹5,000નો વધારો કર્યો છે. આ વધારા બાદ 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત ₹69,999 થઈ ગઈ છે.
Xiaomi 17T 5Gની કિંમતમાં ફરી વધારો
Xiaomi 17T 5Gના બેઝ મોડલની કિંમત અગાઉ ₹64,999 હતી, જે હવે વધારીને ₹69,999 કરવામાં આવી છે. આ વેરિઅન્ટમાં 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. જ્યારે 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹69,999થી વધારીને ₹74,999 કરવામાં આવી છે. નવી કિંમતો Xiaomi Indiaના ઓફિશિયલ પોર્ટલ અને Amazon India પર અપડેટ થઈ ગઈ છે.
લૉન્ચ બાદ બે વખત ભાવ વધ્યો
Xiaomi 17T 5Gને આ વર્ષે જૂનમાં ₹59,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનની કિંમતમાં બે વખત વધારો થઈ ચૂક્યો છે. લેટેસ્ટ પ્રાઇસ રિવિઝન બાદ બેઝ વેરિઅન્ટની કિંમત ₹69,999 થઈ છે. ફોનને ત્રણ કલર વેરિઅન્ટ -વાયોલેટ, બ્લુ અને બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
ફોનમાં કયા ફીચર્સ મળે છે?
Xiaomi 17T 5Gમાં 6.59-ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેને Corning Gorilla Glass 7iનું પ્રોટેક્શન મળે છે. ફોનમાં MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવ્યો છે. તેમાં 12GB LPDDR5x RAM અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે.
કેમેરાની વાત કરીએ તો Xiaomi 17T 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50MP Light Fusion 800 પ્રાઇમરી કેમેરા, 50MP Leica 5x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Avenue Supermarts શેરમાં 6%નો કડાકો, Citiએ આપ્યો 'Sell' કોલ
આ પણ જુઓ :
Also Read

વનતારા બાદ અનંત અંબાણી લાવ્યા ‘Champions of Care’ પહેલ, 50+ સંસ્થાઓ એક મંચ પર

UPI MDR Charge: એક ઑનલાઇન કંપનીએ કેમ લીધો પેમેન્ટ બંધ કરવાનો નિર્ણય

રિયલ એસ્ટેટમાં ડોલરનો વરસાદ! ત્રીજા ક્વાર્ટરમાં $6.4 અબજનું રોકાણ

હળદરમાં તેજીનો ભડકો: પાક 25% ઘટવાની ભીતિ, સ્ટોક તળિયે પહોંચ્યો

FSSAIએ એવરેસ્ટ બ્રાન્ડ જીરા પાવડરને બજારમાંથી પાછો ખેંચી લેવાનો આદેશ આપ્યો

Most Expenses Houses in India: Antiliaથી શાહી હવેલી સુધી, અબજોપતિઓનાં ભવ્ય ઘરોમાં શું છે ખાસ

મુંબઈમાં 8 ઓક્ટોબરે Global Business Conclave 2026, બિઝનેસના મોટા નિર્ણયો પર મંથન







