સપ્ટેમ્બરમાં મૂડીબજારમાં તડાકો, પણ ભડાકો તો હજી બાકી છે...
હજી પણ 4.48 લાખ કરોડના IPO લાઇનમાં, જિયોનો હશે સૌથી મોટો IPO

IPO News: શેરબજારમાં સપ્ટેમ્બરમાં IPOની ભરમાર રહી હતી. જો કોઈ એમ માની લે કે મૂડીબજારમાં IPOનો પ્રવાહ સપ્ટેમ્બર પૂરતો જ સીમિત હતો તો તે ભૂલ કરે છે. સપ્ટેમ્બરમાં આવેલી તેજી તો હજી શરૂઆત હતી. આગામી દિવસોમાં બજારમાં કુલ 4.48 લાખ કરોડના IPO આવવાના છે, કુલ 237 કંપનીઓ આટલી રકમના આઇપીઓ લઈને આવશે. IPO નો આ આંકડો હજી પણ વધી શકે છે. તેમા રિલાયન્સ જિયોનો આઇપીઓ સૌથી મોટો લગભગ 37,000 કરોડથી પણ વધુ રકમનો હશે.
આ 237 કંપનીમાંથી કુલ 120 કંપનીઓને IPO માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. આટલા મંજૂર થયેલા ઇશ્યૂની રકમનું કદ 2,34,323 કરોડનું હોવાનું મનાય છે. બીજી 117 કંપનીઓએ પેપર ફાઇલ કર્યા છે, પરંતુ તે હજી પણ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ 117 કંપનીઓ વેઇટિંગમાં છે તે કુલ 2,13,669 કરોડની રકમ એકત્રિત કરશે.
સેબીએ મંજૂર કરેલા IPOમાં જોઈએ તો જિયો પ્લેટફોર્મનું કદ સૌથી મોટું રૂ. 37,700 કરોડ છે. તેના પછીના ક્રમે અવાડા ઇલેક્ટ્રોનું કદ રૂ. 7,600 કરોડ છે. જ્યારે ઓયોની પેરેન્ટ કંપની ઓરેવલ સ્ટેઝના IPOનું કદ રૂ. 6,650 કરોડ છે. ઝેપ્ટો અને ઇન્ફ્રા માર્કેટના ઇશ્યુનું કદ અનુક્રમે રૂ. 5,106 કરોડ અને રૂ. 5,000 કરોડ છે.
હવે સેબીની મંજૂરીની રાહ જોઈ રહેલા IPOમાં જોઈએ તો ફોનપેના ઇશ્યૂનું કદ રૂ. 12,000 કરોડ છે. જ્યારે આઇનોક્સ ક્લીન એનર્જી અને મહાનદી કોલફિલ્ડ્સના ઇશ્યુનું કદ 10,000 કરોડ-10,000 કરોડ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં કુલ 34 કંપનીઓ આવી હતી અને તેણે કુલ રૂ. 39,380 કરોડ એકત્રિત કર્યા હતા. જો સેબી IPOને નકારે તો કુલ ભંડોળની રકમ ઘટી શકે છે અને વધુ બીજા IPOને મંજૂરી આપે તો આ રકમ પાંચ લાખ કરોડે પહોંચી જશે તો પણ આશ્ચર્ય નહીં થાય.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SME IPO ગાજ્યા એટલા વરસ્યા નહિ! 191 લિસ્ટેડ શેરોમાંથી 81 ઇશ્યુ ભાવથી નીચે

લિસ્ટિંગ ડે પર લોટરી! બે નવા IPO પ્રીમિયમ પર ખૂલ્યા, 11.46% સુધીનું વળતર

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platforms IPOની GMP ₹150ને પાર, આ તારીખે ખુલવાની પ્રબળ શક્યતા

બે કંપનીઓ IPO માટે સજ્જ, Tanvi Exports અને Vardhman Appliancesએ SEBIમાં DRHP ફાઇલ કર્યા

AceVector IPO Listing: Snapdealની પેરેન્ટ કંપનીનું નબળું લિસ્ટિંગ, 11.5% ડિસ્કાઉન્ટથી રોકાણકારોને ઝટકો

Runwal Enterprisesનું લિસ્ટિંગ ફ્લેટ! BSE પર ₹306 પર ખુલ્યો શેર, IPO 2.5 ગણો ભરાયો







